Saturday, August 22, 2009

પડે છે ત્યારે જરૂર પડે છે

આજે તા. ૨૨ -૦૮-૨૦૦૯
ગુજરાતી સાહિત્ય સભા તરફથી સાહિત્ય યાત્રા નું આયોજન ભુજ ખાતે કરવામાં આવેલ હતું
જેમાં નારાણભાઈ દેસાઈ, રાજેન્દ્ર પટેલ, હરી કૃષ્ણ પાઠક, રતિલાલ બોરીસાગર, અને કૃષ્ણ દવે ને સાંભળ્યા
સ્થળ : સહયોગ હોલ
તેમાંથી થોડું ચુંટેલું
- આપણી ભાષા ખુબ સમૃદ્ધ છે. સગપણ સૂચક શબ્દો લગભગ ૩૯ થી ૪૦ જેટલા છે. (કાકા મામા વગેરે)
- કોઈ પણ ભાષાની સમૃદ્ધિ તેના બળ સાહિત્ય ઉપરથી જોઈ શકાય છે.
- કોઈ પણ પ્રજા કળા થી વિમુખ થાય છે ત્યારે તેનું પતન થાય છે. ( પડે છે ત્યારે જરૂર પડે છે)
- સાહિત્ય પણ એક કળા છે, તે શબ્દ ની કળા છે.
- ભારત ની સૌથી મોટી સમસ્યા કઈ - ગરીબી - ગરીબી શામાટે થાય છે? જ્યારે પ્રજામાં સંવેદન શીલતા ઘટી જાય છે
ગુજરાતી સાહિત્ય સભા ની વેબ સાઈટ http://www.gujaratisahityaparishad.com/ છે જેમાં ઘણી બધી ડીટેઈલ જાણી શકાશે. પરમ નામનું માસિક પણ બહાર પાડવામાં આવે છે.

લખ્યા તા. ૨૨-૦૮-૨૦૦૯

Blog Archive