Friday, September 4, 2009

જિંદગી

જિંદગી

જિંદગી કોઈ સ્પર્ધા નથી.બધાએ દોડવા નું છે, એ સાચું પરંતુ પ્રથમ આવવા માટે નહી! યેનકેન પ્રકારેણ કોઈના પગમાં આંટી મારીને પડી નાખી ને કે અન્ય ને હરાવવા માટે દોડવાનું નથી. હરાવવાની વાત તો બાજુએ રહી, કોઈને હંફાવવા માટે પણ દોડવાનું નથી. દોડવું એ જીવનની આવશ્યક પ્રવૃત્તિ છે. એ સ્વાસ્થ્ય પ્રદ છે. એમાં કોઈની સાથે કે કોઈની સામે હરીફાઈ નથી કરવાની. નવા વિક્રમ નથી સ્થાપવાના. પોતાના અગલા વિક્રમ પણ નથી તોડવાના.વધુ ને વધુ ઝડપથી દોડવાનો ખ્યાલ બાજુ રાખવાનો છે. થાકી ને લોથપોથ નથી થવાનું, હજીય સહેલાઈથી દોડી શકાય એમ લાગે, તાઝગી લાગે, ત્યાં અટકવાનું છે.અતિરેક નથી કરવાનો, લોભ નથી કરવાનો. બાજુમાં દોડતો આપણો કોઈ ભાઈ ઠોકર ખાઈ ને પડી જાય તો વહારે થવાનું છે, મદદ કરવાની છે, લાગ્યું હોય તો સારવાર કરવાની છે. જરૂર પડે તો સારવાર માટે લઇ જવાનું છે. આપની દોડ ભલે અધુરી છોડાવી પડે એની સુશ્રુષા ને વધુ અગત્યની માનવાની છે. અને દોડ સમાપ્ત થાય એટલે આપણે શાંત બેસી નિસર્ગના સૌન્દર્યનું પાન કરવાનું છે.આકાશમાં ઉડતા અને કિલ્લોલ કરતા પક્ષીઓને માણવાના છે. એ પક્ષીઓને ગુરૂ માની તેમની પાસેથી પણ સરળ, સહજ જીવનના બોધપાઠ શીખવાના છે. દિન પ્રતિદિન આ ક્રમ ચલાવતા રહેવાનું છે. ના દોડ ભૂલાય, ન વિરામ વિસરાય, ન અનુકંપા ભૂલાય, જીવન ના આ ત્રણેય સોપાન ! પ્રવૃત્તિ, સહાય વૃતિ, અને નિવૃત્તિ. અને એ ત્રણેય ના મૂળમાં પોતાના ઉત્કર્ષ માટે તેમજ અન્યના ઉત્થાન માટે કશુંક કરતા રહેવાની ઉત્કંઠા, બસ એજ છે જીવન! એજ જીવન ની ધન્યતા!!!!!!

-ડો. મહેરવાન ભમગરા

Blog Archive