Sunday, August 30, 2009

shah Abdul Latif Bhitai 1

જીન ભાંઈયેં જોગી થિયાં, ત પર ગુરુજી પાર,
હવાઉં હિંગલાજ ડે, વેન્ધે સભ વિસાર,
નાંગા! નાથ નેહાર, સામી વડી સિક સેં.

-જો તારી ઈચ્છા જોગી થવાની હોય તો તું ગુરુની રીતનું પાલન કરજે! હિંગલાજ તરફ ચાલતાં અહીં ની તમામ અસર વિસરી દેજે! ઓ નાગા! તું નાથ ને પ્રેમ થી નિહાળતો રહેજે.

જીન ભાંઈયેં જોગી થિયાં, ત તમા છડ તમામ
ગોલા ચે ગોલન જા, તેંહજો થીજ ગુલામ
સભર જી સમશેર કર, કીને કે કતલામ
ત નાંગા તોહ્જો નામ લિખાજે લાહુન મેં

-જો તારી ઈચ્છા જોગી થવાની હોય તો તું તમામ તૃષ્ણા ને ત્યાગી દે! જે ગુલામોના ગુલામ હોય તેમનો પણ તું ગુલામ થઇ ને રહેજે ! સબુરી(ધીરજ) ની સમશેર (તલવાર) વડે કલેશ અને ઈર્ષા ને કાપી નાખજે ! ઓ નાગા ! તો જ તારું નામ પરમ માર્ગ ના પ્રવાસીઓ માં લખાશે !

જીન ભાંઈયેં જોગી થિયાં, ત થી ગુરૂ જે ગસ
દુખ પાણ કે ડસ, હિંગલાજ હલણ જો.

-જો તારી ઈચ્છા યોગી થવાની હોય તો તું ગુરૂના માર્ગ ઉપર ચડી જા, અને હિંગલાજ ના માર્ગ ના કષ્ટ થી તને વાકીફ કર !

જીન ભાંઈયેં જોગી થિયાં, ત મન પૂરે મિંજ માર
ધાયમ ધૂણી ધિલ મેં, મન મેં માલા વાર

-જો તારી ઈચ્છા યોગી થવાની હોય તો તું મન ને કેદ કરી ને તેને મારી નાખ ! ધૂણી દિલ ની અંદર પ્રગટાવ, અને મન માં જ માળા ફેરવ

-શાહ અબ્દુલ લતીફ ભીટાઈ

ફારુક ના તા. ૨૮-૦૮-૨૦૦૯ ના અંક માંથી સાભાર
સંકલન - હકિમ હુસેન જત માંડવી કચ્છ
ઉથીયારે ઉથી વેઆ, મિન્જા મૂં આજાર
હભીભ ઈ હણી વેઆ, પીડાજી પચાર
તભીભન તવાર, હડ ન વણે હાણ મૂં .

- મારા દિલમાં દર્દને જાગૃત કરીને પ્રિયતમ ચાલ્યાગયા. એ દોસ્ત દર્દની પીડા આપી ગયા. હવે વૈદ્યોની વાત મને જરા પણ ગમતી નથી.

ફારુક ના તા. 22-10-2010 ના અંક માંથી સાભાર
સંકલન - હકિમ હુસેન જત માંડવી કચ્છ

Blog Archive