મારાં કાવ્યો

મારાં કાવ્યો

મારાં કાવ્યો
પ્રિય મિત્રો અહી મારાં કાવ્યો જે તે વખતે જેમ લખ્યા હતા તે જ સ્વરૂપે અહી મૂકું છું
આજથી ૩૦ વર્ષ પહેલાં ની લાગણી અને આજ ની લાગણી અને વિચારો માં જરૂર ફેર હોય અને લખતી વખતે તેને મઠારવાની સુધારવાની લાલચ થાય પણ એ બધું પછી કરીશ હાલ તો મારી આ રચના તેના જ સ્વરૂપે રજુ થાય એવી મારી ઈચ્છા છે.
આપનાં પ્રતિભાવો જરૂર થી જણાવશો

૧. તારી યાદ
ઝૂરું છું તારી યાદમાં મન ન જાય વાદમાં
(જો કે) મને નથી લાગતું કંઈ તથ્ય આ ફરિયાદમાં

ખબર પણ પડી નહિ કે શું થઇ ગયું પળમાં
નયન મળ્યા ન મળ્યા કે પડી ગયો વમળમાં
ઝૂરું છું તારી યાદમાં ......

તારા વિચારમાં ન વીતતી પળો
તારી યાદ સતાવે જાણે ચોંટી ઝળો

નીરખી નયન ન રહ્યું મન થઇ ગયું તારૂં
બસ જોઈ ને જ તારો થઇ ગયો થઇ ગયો

જનમ જનમની પ્રીત એવો થઇ ગયો સંબંધ
પ્રેમની શીતલ ધારા જેણે જોયો નથી બંધ

અરે ગમે તેવું તોફાન આવે તોફાનથી ટકરાશું અમે
ખપી ગયા તો શો વાંધો છે જીતી ગયા તો વરમાળ છે !!!......
ઝૂરું છું તારી યાદમાં મન ન જાય વાદમાં
રચના : તારીખ : ૦૬/૦3/૧૯૭૯
..........................................
એક યુવાન
ખુરશી પર પગ મૂકી
ટેબલ પર બેઠો હતો
....................................

૨. એકલપણું ૦૬/૦૭/૧૯૭૯

ભરી ભીડ મહી લાગે એકલવાયું
પ્રભુજી મને લાગે એકલવાયું
સૌ પોતાના પરાયા થઇ ભાસે
તો કોઈ મનમાં ભરાએ ખીજે
તો પ્રભુ હું જાઉં ક્યાં બીજે ?
તારો આશરો શોધવા જાઉં ક્યાં બીજે ?
ભરી ભીડ મહીં લાગે એકલવાયું

રસ્તે જતાં માણસો અનેક
પણ એમાંથી બનતા કેટલા નેક?
દોસ્તીનો નાતો નિભાવે કોક
એવે વિરલા લાખોમાં એક
ભરી ભીડ મહીં લાગે એકલવાયું

તરછોડ્યો મને આપીને આશરો
આશરો આપ્યો,, હવે ખાઉં હું વાસરો !!
પ્રભુજી હવે તારો એક આશરો
શોધું ક્યાં બીજે હવે તારો જ આશરો
ભરી ભીડ મહીં લાગે એકલવાયું
પ્રભુજી મને લાગે એકલવાયું
રચના : તારીખ : ૦૬/૦૭/૧૯૭૯

એકલપણું?
હું હતો અશાંત મે ખોયું તું ભાન
મે જોયો તવ દૂતને ફેલાવતાં શાન
નિજ રંગ માં ને તવ કાર્યે બન્યો'તો મસ્તાન
મને લાગ્યો એ વીરલો અનોખો જાન
ભરી ભીડ મહી લાગે નવ એકલું
પ્રભુજી મને હવે નવ લાગે અકેલું

બસ જોવાની એક દ્રષ્ટિ બદલી ગઈ
બસ મને એક નજર લાધી ગઈ
ચાવી સર્વ દુઃખોની જાણે જડી ગઈ
આ સૃષ્ટિ મારી પણ છે ભાન આવી ગઈ

ભરી ભીડ મહી લાગે નવ એકલું
પ્રભુજી મને હવે ના લાગે અકેલું.....
રચના તા. ૦૭/૦૭/૧૯૭૯
.........................................
ચુસાએલા હાડકામાંથી
આવતો આજના
ભરત નો અવાજ.....
........................................
૪. ઘર

ઘર ........
કેવું હોય? કેવું હશે?
મારી કલ્પનાનું રચેલું ઘર......
મારી કલ્પનાની વાસ્તવિક સૃષ્ટી
જેણે જોઈ રહી મારી દ્રષ્ટિ
મારી દુનિયા .....મારું ઘર.....
સાચો પ્યાર ! ?
પ્યાર કેવો હોય ?
મારી દુનિયામાં સાચો પ્યાર મને મળશે?
કેવું સુંદર સ્વપ્ન !
કેવી કલ્પના !
કંઈ નહીં તો કલ્પનાનું ઘર તો બનાવુ ને હું ?
જેણે ચાલવા માટે પગ નથી
પણ ઉડવા માટે પંખો તો છે!!!!
એટલેજ એ વાસ્તવિક નથી ને ?!!!
રચના તા. ૧૭/૦૭/૧૯૭૯

Blog Archive