Thursday, September 17, 2009

Letter to CM Man. shri Narendra Modi


માનનીય શ્રી મોદી સાહેબ
આપને આપના જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છા.
ઈશ્વર આપને દીર્ઘાયુ આપે અને પ્રજાહિતના કામો કરતા રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના કરુંછું.


નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ગત વર્ષે આપે પ્રજા હિતમાં કોઈ પણ સૂચનો હોય તો ONLINE ઈન્ટરનેટ દ્વારા મોકલવાની જાહેરાત કરી હતી ત્યારે મેં પણ એક સુચન મોકલ્યું હતું જેનું શું થયું તે હજી સુધી મને જાણવા મળ્યું નથી. આ સાથે ફરીથી મારું સુચન આપને મોકલું છું. આશા છે કે આ બાબતે આપ જરૂરથી યોગ્યતે કાર્યવાહી કરશો.


નવરાત્રીમાં લાખો ભાવિકો ભુજ થી તેમજ અન્ય સ્થળોએથી માતાજી ના મઢ તરફ પગપાળા જાય છે. આ દિવસો દરમ્યાન અખો રસ્તો પદ યાત્રીઓ થી ભરેલો રહે છે. ઘણા બધા રોડ એકસીડન્ટ પણ થયા છે અને અનેક ભાવિકોએ તેમની મહામુલી જિંદગી ચાલતાં ચાલતાં ગુમાવી છે.
આ માટે જો ભુજ થી માતાના મઢ સુધી રોડ ની એક સાઈડ પર "પદયાત્રા પથ " બનાવવામાં આવે તો લોકો ખુબજ શાંતિથી અને કોઈ પણ જાતના જોખમ વગર ચાલી શકે. ભુજ થી માતાજીના મઢ વચ્ચે ૧૦૦ કી.મી. જેટલું અંતર છે
રોડની બાજુની જમીન જંગલ ખાતાની છે, જ્યાં સુંદર વ્રુક્ષો વાવી ૩ થી 4 ફિટ પહોળી કેડી (પથ) બનાવી શકાય. શરૂઆત એકાદ બે કિલોમીટર થી કરી શકાય. પથની બંને બાજુ વ્રુક્ષારોપણ થાય. થોડા થોડા અંતરે જ્યાં વધારે જગ્યા હોય ત્યાં બેસવા માટે બેંચ કે ઓટલા કે પછી બાળકો માટે રમત ગમતના સાધનો ઝૂલા લપસણી વિગેરે પણ રાખી શકાય.
આ "પદયાત્રા પથ" ને સ્વેચ્છિક સંસ્થાઓ, જંગલ ખાતું, ઉધોગગૃહો વગેરે સ્પોન્સર કરી શકે તેની જાહેરાત કરી શકે અને તેના દ્વારા તેના નિભાવ તથા ખર્ચ પણ નીકળી શકે.
ફાયદાઓ:
1.લોકો શાંતિથી જોખમ વગર માતાજીની યાત્રા કરી શકશે.
2. ટ્રાફિકને પણ કોઈ જાતની પરેશાની નહિ થાય
૩. રોડ ઉપરથી પસાર થતો વાહનવ્યવહાર સરળતાથી ચાલશે જેના લીધે લાખો રૂપિયાનું પેટ્રોલ,ડીઝલ જેવું કિંમતી બળતણ બચશે.
૪. રસ્તાની બંને બાજુ સરસ મજાની હરિયાળી નિર્માણ થશે
૫. રસ્તે ચાલતા પદયાત્રીઓને ધોમ ધખતા તડકામાં પણ ચાલવાનું સરળ રહેશે કેમકે ઉપર વ્રુક્ષોની છાયા હશે.
૬. વર્ષમાં આસો માસની નવરાત્રી સિવાય અન્ય નવરાત્રી દરમિયાન પણ ભાવિકો પદયાત્રા કરી શકશે. ૭. આ પથ લોક ભાગીદારી નું એક સુન્દર ઉદાહરણ બનશે. ૮. " પદયાત્રા પથ " ઉપર લોકોને ઉપયોગી સુત્રો, માહિતી વગેરે મૂકી લોક જાગૃતિનું કામ પણ થઇ શકે.
૯. અકસ્માતોનું પ્રમાણ ઘટી જશે જે સમાજ અને સરકાર માટે ખુબજ ઉપયોગી અને સારું કામ થશે.
૧૦ જો આ પ્રોજેક્ટ ને સફળતા મળે તો અન્ય પદયાત્રાના રૂટો જેવાકે અંબાજી થી અમદાવાદ અમદાવાદ થી ડાકોર કે ભુજથી હાજીપીર ના રસ્તાઓ ઉપર પણ આવીજ રીતે પદયાત્રા પથ નું નિર્માણ કરી શકાય.
આવાતો અનેક ફાયદાઓ ગણાવી શકાય. આ એક વિચાર છે જેને મેં આપ સમક્ષ મુક્યો છે. તેને આપ અન્ય કોઈ રીતે પણ અમલ માં લાવી શકો છો. પણ મને લાગે છે કે આ કામ જેમ બને તેમ જલ્દી શરૂ થવું જોઈએ જેથી "સ્વાન્ત સુખાય" ની સરકારશ્રીની ભાવના ચરિતાર્થ થાય અને લોકો ની મહામૂલી જિંદગી પણ બચશે.
નવરાત્રી નો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે લોકો સમક્ષ આ વિચાર ને મુકીએ તે સમય ની માંગ છે.
આપને ૬૦ માં જન્મ દિવસની ફરીથી ખુબ ખુબ શુભેચ્છા આભાર સહ
આપનો વિશ્વાસુ
નરેન્દ્ર ગોર
કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ્ ક્લબ ભુજ કચ્છ
--
Narendra Gor
Kutch Amateur Astronomers Club
Bhuj
Contact No +919428220472
http://kutchastronomy.blogspot.com
http://gujaratastronomy.blogspot.com/
starpeace ambassador

Blog Archive